મંત્રી પી સી. બરંડાના અધ્યક્ષસ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયૂ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મંત્રી પી સી. બરંડાના અધ્યક્ષસ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયૂ

કાર્યક્રમમાં જિલ્લાના 418 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 18.07 લાખની સહાયનું વિતરણ કરાયું

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા મારું યોગદાનના ભાગરૂપે અરવલ્લી જિલ્લા સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગ સાધન સહાય તથા અન્ય લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન મોડાસા ખાતે આવેલ વા. હી. ગાંધી બહેરાં-મૂંગા શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડા, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોને લગતી બાબતોના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના કુલ 418 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 18,07,550ની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોના કલ્યાણ, સામાજિક સુરક્ષા અને સશક્તિકરણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. પાત્ર દિવ્યાંગ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ સરળતાથી અને અસરકારક રીતે મળી રહે તે હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગ સાધન સહાય સહિતના વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પાત્ર લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગજનો સહિત સમાજના જરૂરિયાતમંદ અને પાત્ર લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવા માટે કરવામાં આવતી કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમના માધ્યમથી દિવ્યાંગજનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વધુ સુદૃઢ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ , જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર, નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો