ખોપી ગામે ફરી વન અધિકાર સત્યાગ્રહની જાહેર સભા યોજાઈ જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતોને રોકવામાં આવતા હોવાનો આક્ષેપ; 22મીથી ખોપી સહિત 12 ગામોના ખેડૂતો ફરી આંદોલનના માર્ગે

 

ખોપી ગામે ફરી વન અધિકાર સત્યાગ્રહની જાહેર સભા યોજાઈ જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતોને રોકવામાં આવતા હોવાનો આક્ષેપ; 22મીથી ખોપી સહિત 12 ગામોના ખેડૂતો ફરી આંદોલનના માર્ગે

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5264;
AI_Scene: (-1, -1);
aec_lux: 122.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 49;

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીન અને વન અધિકારના પ્રશ્નોને લઈને ફરી સત્યાગ્રહની જાહેર સભા યોજાઈ હતી. ખોપી સહિત આસપાસના આશરે 12 ગામોના ખેડૂતોની જંગલ જમીન પરના ખેડાણ અને પેન્ડિંગ વન અધિકારના દાવાઓ સહિતના પ્રશ્નોને લઈને સભામાં ચર્ચા કરવામાં આવી હતી.

 

ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડૂતોને જંગલ વિભાગ દ્વારા ખેડાણ કરતા રોકવામાં આવી રહ્યા છે. બીજી તરફ, વન અધિકાર હેઠળ કરાયેલા દાવાઓનો યોગ્ય અને પારદર્શક રીતે નિકાલ કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

 

સભામાં નક્કી કરવામાં આવ્યું કે 22મી તારીખથી ખોપી સહિત 12 ગામોના ખેડૂતો ફરી સત્યાગ્રહ અને આંદોલન શરૂ કરશે. ખેડૂતોને તેમના વન અધિકાર અને જમીન સંબંધિત પ્રશ્નોમાં ન્યાય નહીં મળે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

 

આ પ્રસંગે લીલાબેને જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોનો ન્યાયી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સુધી આંદોલન લઈ જઈ સરકારનું ધ્યાન દોરવામાં આવશે અને ગાંધીનગરમાં ઘેરાવ કરવામાં આવશે.

 

ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે વન અધિકાર કાયદા હેઠળના પેન્ડિંગ દાવાઓનો કાયદેસર રીતે ઝડપી નિકાલ કરવામાં આવે, જંગલ જમીન પરના પરંપરાગત હક્કોને માન્યતા આપવામાં આવે અને ખેડાણ કરતા ખેડૂતોને પરેશાન કરવાનું બંધ

કરવામાં આવે.

 

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો