MORBI :નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે “ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ” વિષય પર વાલીઓ માટે પેરેન્ટિંગ સેમિનાર યોજાયો

MORBI :નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે “ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ” વિષય પર વાલીઓ માટે પેરેન્ટિંગ સેમિનાર યોજાયો

આજે સવારે મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે ‘નિર્શિવ ફાઉન્ડેશન’ અને ‘ન્યુ એરા પબ્લિક સ્કૂલ’ ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે એક વિશેષ પેરેન્ટિંગ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં ખાસ કરીને પ્રાઈમરી વિભાગ ના વિદ્યાર્થીઓના વાલીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સાથે જ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (M.D.) અતુલ પટેલ સર, પ્રિન્સિપાલ સીમા જાડેજા મેમ અને શિક્ષકગણે પણ ઉત્સાહભેર હાજરી આપી હતી.

આ સેમિનારમાં વક્તા આરતી રોહન દ્વારા વાલીઓને સચોટ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાળકોના યોગ્ય વિકાસ માટે માત્ર શાળા પર નિર્ભર રહેવાને બદલે શાળા અને વાલીઓએ એક મજબૂત ‘ટીમ’ તરીકે કામ કરવું અત્યંત જરૂરી છે. ગોખણપટ્ટીથી દૂર રહીને બાળકોને વાસ્તવિક અને પ્રેક્ટિકલ જ્ઞાન કેવી રીતે આપવું, તેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વક્તવ્યમાં સ્પષ્ટ કર્યું કે શાળા અને શિક્ષકો બાળકોને સિલેબસ ભણાવી શકે છે અને શિસ્તબદ્ધ વાતાવરણ આપી શકે છે, પરંતુ બાળકમાં ભણતર પ્રત્યે સાચો રસ જગાડવો, તેમને નાની નિષ્ફળતાઓનો સામનો કરતા શીખવવું, તેમનો આત્મવિશ્વાસ વધારવો અને તેમની લાગણીઓને સમજીને શરત વગરનો પ્રેમ આપવો – આ બધું માત્ર ઘરના વાતાવરણમાં જ શક્ય છે.કાર્યક્રમના અંતે ન્યુ એરા પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ સીમા જાડેજાએ આજના સમયમાં આવા પેરેન્ટિંગ માર્ગદર્શનની જરૂરિયાત પર ભાર મૂકી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે M.D. અતુલ પટેલ સરે જણાવ્યું હતું કે નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ હંમેશા બાળકોના માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ માનસિક અને સામાજિક વિકાસ માટે પણ વાલીઓ સાથે ખભેખભો મિલાવીને કામ કરવા કટિબદ્ધ છે. સમગ્ર સેમિનારનું સફળ સંચાલન સ્કૂલના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું અને વાલીઓ નવી ઊર્જા અને બાળઉછેરના હકારાત્મક વિચારો સાથે રવાના થયા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો