MORBI:મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ લીગ નું આયોજન

MORBI:મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ લીગ નું આયોજન

 

મોરબીની પી.જી.પટેલ કોલેજ પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં અભ્યાસની સાથે વિધાર્થીઓના બહુઆયામી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે જે અંતર્ગત વિધાર્થીઓએ રમત ગમતમાં પણ રસ રૂચી ધરાવે તેવા ઉમદા આશય થી આજ રોજ તા.02/10/2026 ના રોજ 36 બોક્ષ ક્રિકેટ ખાતે બોક્ષ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બોક્ષ ક્રિકેટ લીગમાં અલગ અલગ ફેકલ્ટીના વિવિધ વિધાર્થીઓની કુલ 18 થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 2 રાઉન્ડ અને ત્યાર બાદ ક્વાટર ફાઈનલ, સેમી ફાઈનલ તથા અંતમાં ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. ફાઈનલ મેચ માં BBA SEM-5 અને B.Com SEM-3 વચ્ચે રોમાંચક મેચ બની હતી જેમાં BBA SEM-5 ની ટીમ વિજેતા બની હતી. દરેક મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યા હતા અને અંતિમ વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા.

આ તકે સંસ્થાના પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા, આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિજેતા ટીમના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો