તારીખ ૦૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા નગરપાલિકામાં આવતી નમો રેસીડેન્સી ખાતે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા હોદ્દેદારઓના સન્માન સત્કારનો કાર્યક્રમ યોજાયો. ગોધરા નગરની પ્રજા વત્સલ નેતૃત્વ શક્તિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સુવિધાથી વંચિત નમો રેસીડેન્સીના સ્થાનિક રહીશોને પીવાના પાણીની સુવિધા કરી આપવામાં આવી તે બદલ નમો રેસીડેન્સીના સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની, કારોબારી અધ્યક્ષ આનંદભાઈ ઘડિયાળી, વોર્ડ નં. 2 ના કાઉન્સેલર જિતેન્દ્રભાઈ સાવલાણી તથા અન્ય હોદ્દેદારોને મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન સત્કાર કરવામાં આવ્યો હતો. વળી, સોસાયટી કાજે પોતાના અવિરત પ્રયત્નો કરનાર વડીલ મણિકાકા, સેવકકાકા, જોશીકાકા તથા યુવાન ક્રિષભાઈનું શાબ્દિક સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, નગરપાલિકાના હોદ્દેદારઓ દ્વારા સોસાયટીમાં RCC રોડ તથા ભૂગર્ભ ગટરનું કાર્ય સત્વરે પાર પાડવાની બાહેંધરી આપવામાં આવી હતી.










