તારીખ ૦૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ગામે માનવ સેવાનું અનેરૂ ઉદાહરણ પૂરું પાડતો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. કાલોલના મધવાસ ચોકડી ખાતે આવેલી જય નારાયણ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના માલિક ડૉ. સુનિલ પરમારના જન્મદિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તારીખ ૦૭/૧૦/૨૦૨૬ બુધવારના રોજ સવારથી સાંજ સુધી આ નિઃશુલ્ક નિદાન કેમ્પ ચાલુ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ સાત ઓક્ટોબર ને બુધવારના રોજ યોજાનાર આ કેમ્પમાં દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારની તપાસ ફી લેવામાં આવશે નહીં અને નિ: શુલ્ક પથરી ની સારવાર સાથે જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ પણ તદ્દન ફ્રી માં આપવામાં આવશે. અને આ કેમ્પનો લાભ કાલોલ,મધવાસ ગામ સહિત વિવિધ ગામોના લોકોને મળશે. સામાન્ય રોગોની સારવાર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી પ્રાથમિક તપાસનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ઘરઆંગણે મળી રહેશે. ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિ બદલ ગ્રામજનોમાં ડૉ. સુનિલ પરમારની સેવાભાવનાને બિરદાવવામાં આવી રહી છે.











