તા.03/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા POCSO અને અપહરણના ગુન્હામાં વચગાળાના જામીન મેળવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સૂચના અને એલસીબી પીઆઇ બી.એચ. સીંગરખિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એ. રાયમા તથા તેમની ટીમે ફરાર આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ધાંધરને બાતમી અને ટેકનિકલ સોર્સ આધારે ચોક્કસ માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામ ખાતે દરોડો પાડી, ગુન્હા નંબર ૪૩૭/૨૦૨૩ નો વચગાળાના જામીન પરથી ફરાર આરોપી કુલદીપ ઉર્ફે ભૂરો હકાભાઈ ધોળકીયા રે, ચૂલીને તેના ગામમાંથી જ દબોચી લીધો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીનો કબજો સુરેન્દ્રનગર સબ જેલને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં પીઆઇ બી.એચ. સીંગરખિયા, પીએસઆઇ એન.એ. રાયમા, આર.જે. ગોહીલ, દશરથભાઈ, મનોજભાઈ ઝાલા, પ્રતાપસિંહ રાઠોડ અને સંજયભાઈ જોડાયા હતા.









