ઘરફોડ ચોરીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, આણંદ


તાહિર મેમણ – આણંદ – 03/10/2026 – જીલ્લાના તથા બહારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ અસરકારક કામગીરી કરવા માટે સૂચનાઓ આપેલ.
જે અન્વયે શ્રી વી. ડી. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. આણંદે એલ.સી.બી. અધિકારી તથા સ્ટાફના કર્મચારીઓની નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ અલગ અલગ ટીમો બનાવેલ. ગઇકાલ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એ.હે.કો. પ્રેમેશકુમાર ગુલાબસિંગભાઇ નાઓને હકીકત મળેલ કે, ઉમરેઠ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના બે ગુનામાં નાસતો ફરતો આરોપી અજમેલભાઇ નબલાભાઇ જાતે-મોહનિયા રહે.-ઉંડાર, હોળી ફળિયું, તા.ધાનપુર જી.દાહોદ નાનો મોરવી ખાતે મજૂરી કરવા નીકળેલ છે અને આણંદ ચિખોદરા ચોકડી ઉપર ઉતરેલ છે.
જે ચોક્કસ માહિતી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ મળી આવતા તેની પૂછપરછ કરતા પોતે અજમેલભાઇ નબલાભાઇ જાતે-મોહનિયા રહે.-ઉંડાર, હોળી ફળિયું, તા.ધાનપુર જી.દાહોદનો હોવાનું જણાવ્યું હતું.
ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સને ૨૦૨૨ તથા ૨૦૨૪ના વર્ષમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી હોવાનું જણાતા તે અંગે ખાતરી તપાસ કરી સદર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ અર્થે ઉમરેઠ પોલીસને સોંપવામાં આવેલ છે.
પકડેલ આરોપી:
અજમેલભાઇ નબલાભાઇ મોહનિયા, રહે.-ઉંડાર, હોળી ફળિયું, તા.ધાનપુર, જી.દાહોદ.










