
છોટાઉદેપુર જિલ્લા કક્ષાએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન એસ.એફ. હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી બંને સ્પર્ધાના પ્રથમ બે વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બોડેલી તાલુકાની ખત્રી વિદ્યાલયની વિદ્યાર્થીની ફાતેમાએ ચિત્ર સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે શેહઝિન ખત્રીએ વકતૃત્વ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ પણ માધ્યમિક વિભાગમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. એક જ શાળાની બંને વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવી ખત્રી વિદ્યાલય, સમાજ અને ગામનું નામ રોશન કર્યું છે. બંને વિદ્યાર્થીનીઓનું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર તથા શ્રી જે.કે. પરમાર સાહેબ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ બંને દીકરીઓને આશીર્વાદ આપી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી









