તા.03/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


યુવતીઓની છેડતી, બ્લેકમેઇલિંગ અને નાણાકીય ગેરરીતિની શંકાથી ખળભળાટ: 100થી વધુ ચેક અને CCTV ફૂટેજ કબ્જે કરી પોલીસે કડક પૂછપરછ હાથ ધરી, સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા એકાએક હાથ ધરવામાં આવેલી સર્પ્રાઇઝ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરની પ્રખ્યાત ‘GYM CLUB 71’ની તમામ બ્રાન્ચો પર સુરેન્દ્રનગર એએસપી વેદીકા બીહાની અને પોલીસ વિભાગની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જીમની બ્રાન્ચોને સીલ કરી દીધી છે. આ તપાસાત્મક ઓપરેશન દરમિયાન જીમમાં કામ કરતી બે યુવતીઓ અને સંચાલક સહિત કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. આ દરોડા અને સીલિંગની કામગીરી દરમિયાન માત્ર પોલીસ કાફલો જ નહીં, પરંતુ વીજ કંપની અને મહાનગરપાલિકાની ટીમો પણ જોડાતાં મામલો અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જીમમાં કાયદાકીય નિયમોના ભંગ ઉપરાંત અન્ય કઈ ગેરરીતિઓ ચાલી રહી હતી તે દિશામાં વિવિધ વિભાગો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, જીમમાં આવતી યુવતીઓની છેડતી થતી હોવાની તેમજ તેમને બદનામ કરવાના કે બ્લેકમેઇલ કરવાના પ્રયાસો થતા હોવાની ગંભીર ફરિયાદો અને શંકાના આધારે પોલીસે આ આકરું પગલું ભર્યું છે. જીમમાં ચાલતા ગેરવહીવટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે જીમની અંદરથી તમામ CCTV કેમેરાના ડીવીઆર અને ફૂટેજ કબ્જે કર્યા છે, જેની ટેકનિકલ એનાલિસિસ હાથ ધરાઈ રહી છે. દરોડા દરમિયાન જીમમાંથી ૧૦૦થી પણ વધુ ચેક મળી આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જેના કારણે નાણાકીય ગેરરીતિ અને વ્યાજવટાવ કે બ્લેકમેઇલિંગના તાર જોડાવાની શંકા પણ બળવત્તર બની છે. પોલીસે જીમ સંચાલકની અટકાયત કરી સીટી પોલીસ મથકે લઈ જઈ કડક પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસ દ્વારા અસામાજિક ગતિવિધિઓ, નાણાકીય ગેરરીતિઓ અને મહિલાઓની સુરક્ષાને લગતા તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છ









