MORBI:રાજ્યમંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે અરબીપ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ

MORBI: રાજ્યમંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે અરબીપ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ

મંત્રીશ્રીએ રીબીન કાપી ‘પ્રાકૃતિક કૃષિ હાટ’નું ઉદ્ઘાટન કર્યું; ‘સરિતા ફાર્મ’ના વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ઉત્પાદનોનું કર્યું નિરીક્ષણ

પ્રાકૃતિક ખેતીને વધુ ને વધુ અપનાવી જનઆંદોલન બનાવવા ખેડૂતોને મંત્રીશ્રીનું આહ્વાન

મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ને ખુલ્લું મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિધિવત રીતે ‘પ્રાકૃતિક કૃષિ હાટ’નું ઉદ્ઘાટન કર્યું હતું.

ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ માર્કેટિંગ યાર્ડ પરિસરમાં કાર્યરત ‘સરિતા ફાર્મ’ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની વિશેષ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલા વિવિધ કૃષિ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ખેડૂતશ્રી અશોકભાઈ મોરડીયાએ મંત્રીશ્રીને પ્રાકૃતિક ઉત્પાદનો અને તેની વિવિધ વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મંત્રીશ્રીએ ખેડૂતો અને નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રાકૃતિક કૃષિ મોડેલને વધુ ને વધુ અપનાવવા અને વેગ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને પણ નિહાળ્યો હતો.

આ પ્રસંગે મોરબીના મેયરશ્રી ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રિંકલબેન અઘેરા,  વિવિધ પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો, પ્રગતિશીલ ખેડૂતો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો