Rajkot: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કડુકા ખાતે રૂ. ૪૪૯ લાખના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ

તા.૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સ્થાનિક કક્ષાએ જ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનતા આવવા-જવાના સમય અને ખર્ચમાં બચત

જસદણ-વિછીયા પંથકમાં સીમ શાળાથી લઈ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, વિજ્ઞાન પ્રવાહની કોલેજ અને આઈઆઈટી સુધીની સુવિધાઓ ઉપલબ્ધ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સુશાસનના પરિણામે શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતોનો કાયમી ઉકેલ આવ્ય

Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામ ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૪૪૯ લાખના ખર્ચે નવનિર્મિત શ્રી સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની સુવિધાઓનું સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. હવે નાના સેન્ટર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે, જેના પરિણામે સ્થાનિક વિદ્યાર્થીઓને દૂર જવાની જરૂરિયાત ઘટી છે અને ઓછા ખર્ચે ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરવાની સરળતા થઈ છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જસદણ અને વિછીયા પંથકમાં સીમ શાળાથી લઈને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, વિજ્ઞાન પ્રવાહની કોલેજ તેમજ આઈઆઈટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ શૈક્ષણિક સુવિધાઓના પરિણામે પંથકના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવા માટે સ્થાનિક કક્ષાએ જ ઉત્તમ તકો મળી રહી છે અને તેઓ સારી રોજગારી મેળવીને આગળ વધી રહ્યા છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી ચાલી રહી છે તેનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતોના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સૌની યોજના અંતર્ગત જસદણ અને વિછીયા પંથકની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે, જે સમગ્ર વિસ્તાર માટે આનંદની બાબત છે.

શાળાના આચાર્યશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જસદણ તાલુકાની શ્રી સરકારી માધ્યમિક શાળા, કડુકાની સ્થાપના વર્ષ ૨૦૧૫માં કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૪૪૯ લાખના ખર્ચે શાળાના નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શાળાના નવા બિલ્ડિંગમાં કુલ ૮ વર્ગખંડો ઉપરાંત ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એમ ત્રણ મુખ્ય વિષયોની લેબોરેટરી, પુસ્તકાલય તેમજ કોમ્પ્યુટર લેબ સહિતની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીએ રીબિન કાપીને તથા તકતીનું અનાવરણ કરીને શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે શાળાની વિવિધ સુવિધાઓની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી ચંકીભાઈ રામાણી, શ્રી વલ્લભભાઈ રાજપરા, શ્રી દેવાભાઈ, શ્રી રવિભાઈ સહિતના અગ્રણીઓ, શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો