નવ યુવક ગણેશ મંડળના આયોજનમાં વાંસદાના વણારસી ગામે ભવ્ય લોક ડાયરો યોજાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ભજન, ગીત અને ગરબાની રમઝટે સંગીત રસિકોને મન મૂકીને ઝૂમાવ્યા

વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વણારસી ગામે તા. 3 ઓક્ટોબરના રોજ ગામના નવ યુવક ગણેશ મંડળ દ્વારા મેરી માતાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની મોજ માણી હતી.

લોક ડાયરાના ઉદ્ઘાટક તરીકે વાંસદા તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ રાકેશ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસિદ્ધ કલાકારો વિપુલ પટેલ, કુંજલ પટેલ અને તેમની ટીમે ભજન, ગીતો તેમજ ગરબાની મનમોહક રજૂઆતો કરી હતી. કલાકારોની સંગીતમય રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં લોકસંગીતની રમઝટ છવાઈ ગઈ હતી.

આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા સદસ્ય ધર્મિષ્ઠાબેન, ગામના સરપંચ મીરાંબેન માછી, ચિકટીયા ગામના સરપંચ કિરણભાઈ પટેલ, દુબળફળિયા ગામના સરપંચ મહેન્દ્ર પટેલ, પીપલખેડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શૈલેષ પટેલ, વાંસદા તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ વિનુ પટેલ, યુવા મોરચાના પ્રમુખ સંજય પટેલ, ગામના માજી સરપંચ જશવંત પટેલ, મોહનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા નવ યુવક ગણેશ મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પરસોતભાઈ પટેલ અને નટુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગામના અનેક અગ્રણીઓ તથા યુવાનોનો સહયોગ મળ્યો હતો.

ગામના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ સાથે જોડાઈ યુવાઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલને ગ્રામજનો દ્વારા સરાહનીય ગણાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો