કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ‘નમો સેવા ગાથા’ કાર્યક્રમ: ભાજપે પ્રધાનમંત્રી મોદીના 25 વર્ષના સેવાકાળને કર્યો યાદ.

તારીખ ૦૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલોલ નગરપાલિકા અને કાલોલ બસ સ્ટેન્ડ ખાતે “નમો સેવા ગાથા” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સુશાસનના 25 ગૌરવવંતા વર્ષો પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં મોદીજીના સેવા, સમર્પણ અને સંગઠનના જીવનમંત્રને નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી તરીકેના 25 વર્ષના કાર્યકાળમાં અંત્યોદયના મંત્ર સાથે છેવાડાના માનવીના કલ્યાણ માટે અવિરત કાર્ય કર્યું તે યાદ કરવામાં આવ્યો હતો જ્યાં આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પંડ્યા સાથે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય સહિત નગર સંગઠનના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્યારે સમગ્ર કાર્યક્રમમાં “સેવા, સમર્પણ અને સંગઠન સાથે જનસેવાનો સંકલ્પ” ના નારા સાથે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો