ડીટવાસ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા

રીપોર્ટ આસીફ લુણાવાડા 

ડીટવાસ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે મુજબ મહીસાગર એસ.ઓ.જી. પો.ઇન્સ.વી.ડી.ધોરડા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ. એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.

 

દરમ્યાન એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર તથા હે.કો.અજીતકુમાર નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી સંયુક્ત બાતમી મળેલ કે, ડીટવાસ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૦૨૫૬/૨૦૨૬ પ્રોહી એક્ટ ૬૫(એઇ),૯૮(૨),૮૧,૮૩,૧૧૬(બી) મુજબના કામનો આરોપી ભુરાભાઇ લાલુભાઇ ડામોર રહે ગરીયાતા બામણીયાવાડ, તા.ગલીયાકોટ, જી.ડુંગરપુર (રાજસ્થાન) નાનો નાસતો ફરતો હોય આરોપી ડીટવાસ કરવાઇ ચોકડી તરફ આવવાનો હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર તથા હે.કો. અજીતકુમાર તથા હે.કો.હેમંતકુમાર તથા તથા હે.કો.નટવસિંહ નાઓએ બાતમીવાળી જગ્યાએ જઇ છટકું ગોઠવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવતાં આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડીટવાસ પો.સ્ટે. સોપવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીઃ- ભુરાભાઇ લાલુભાઇ ડામોર રહે.ગરીયાતા બામણીયાવાડ, તા.ગલીયાકોટ, જી ડુંગરપુર

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો