TANKARA:ટંકારાના છત્તર ગામના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે મળી રૂ. ૯.૬૦ લાખની સરકારી સહાય; ખેતી બની ઝડપી અને આધુનિક

TANKARA:ટંકારાના છત્તર ગામના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે મળી રૂ. ૯.૬૦ લાખની સરકારી સહાય; ખેતી બની ઝડપી અને આધુનિક

સરકારની ‘AGR – 2 (Farm Equipment)’ યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી રૂ. ૯.૬૦ લાખની સહાય; ખેતી કાર્ય બન્યું આધુનિક અને ઝડપી

સરકારની સહાય અને પરિશ્રમના સમન્વય થકી સમૃદ્ધિ સાથે છત્તર ગામના ખેડૂતનો ખેતી ખર્ચ ઘટ્યો અને આત્મનિર્ભરતા વધી

બદલાતા સમય સાથે મોરબી જિલ્લાના ખેડૂત હવે આધુનિક ટેકનોલોજી અને કૃષિ યાંત્રીકીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ટંકારા તાલુકાના છત્તર ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી દિનેશભાઈ સવજીભાઈ પટેલે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સરકારના ખેતીવાડી વિભાગની ‘AGR – 2 FM (COMBINED HARVESTER)’ સહાય યોજના હેઠળ i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. પારદર્શક વહીવટી પ્રક્રિયાના પરિણામે અરજી મંજૂર થતાં તેમણે કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી કરી હતી, જેની સામે તેમને સરકાર તરફથી રૂ. ૯,૬૦,૦૦૦- ની માતબર સાધન સહાય પ્રાપ્ત થઈ છે.

આધુનિક સાધન અને માતબર સહાય મળવા બદલ આનંદ વ્યક્ત કરતાં લાભાર્થી ખેડૂતશ્રી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અગાઉ પાકની લણણી માટે મજૂરો પર નિર્ભર રહેવું પડતું હતું અને સમય તેમજ નાણાંનો વ્યય થતો હતો. પરંતુ i-Khedut પોર્ટલના માધ્યમથી અત્યંત સરળતાથી અરજી મંજૂર થઈ અને સરકાર તરફથી રૂ. ૯.૬૦ લાખની સહાય મળી. આ કમ્બાઈન્ડ હાર્વેસ્ટર આવવાથી હવે પાકની કાપણી, થ્રેશિંગ અને સફાઈ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી થઈ જાય છે.” તેમણે સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, ૭-૧૨ અને ૮-અ ધરાવતો કોઈપણ ખેડૂત ખાતેદાર આધાર કાર્ડ, બેંક પાસબુક, બિલ અને RC બુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.

 

સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોની શ્રમજીવી મહેનત ઘટાડવા અને પાક લણણીની કામગીરી સુગમ બનાવવા માટે અમલમાં મુકાયેલી વિવિધ પ્રોત્સાહક સહાય યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પરિશ્રમ અને સરકારના સહયોગના સમન્વય સાથે ખેડૂતોની આવકની સાથે સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે.

 

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો