નવસારી જિલ્લાના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ભારે રોષ: અનિશ્ચિત હડતાળની ચીમકી..

વાત્સલયમ સમાચાર

મદન વૈષ્ણવ

3 ઓક્ટોબરે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, 5 ઓક્ટોબરે માસ સી.એલ.; 7 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ચીમકી

નવસારી: નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-3) દ્વારા પડતર વહીવટી પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ન આવતા વિરોધના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરવામાં આવી છે.

મહેસૂલી કર્મચારીઓના જણાવ્યા મુજબ વિવિધ 14 વહીવટી પ્રશ્નો અંગે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તા.31 ઓગસ્ટ, 2026ના રોજ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.5 સપ્ટેમ્બરના રોજ મહામંડળના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજાઈ હતી. તેમ છતાં એક માસથી વધુ સમય વીતી જવા છતાં 14 પૈકી એકપણ પ્રશ્નનો નિર્ણય ન આવતા કર્મચારીઓમાં નિરાશા અને અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું પત્રમાં જણાવાયું છે.

મહામંડળ દ્વારા તા.1 ઓક્ટોબરના પત્રથી આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વર્ગ-3ના મહેસૂલી કર્મચારીઓએ તા.3 ઓક્ટોબરે કચેરીની કામગીરી સંબંધિત WhatsApp ગ્રુપમાંથી Left થઈ વિરોધ નોંધાવી કાળી પટ્ટી ધારણ કરવાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તા.5 ઓક્ટોબરે તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર રહેવાના છે.

આ ઉપરાંત, પડતર પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ નહીં આવે તો તા.7 ઓક્ટોબર, 2026થી અનિશ્ચિત મુદતની હડતાળમાં જોડાવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે નવસારી જિલ્લા કલેક્ટરને જાણ કરી જરૂરી નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો