
ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે ઇડર ખાતે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

ઇડર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી ની આગેવાની હેઠળ આજે ઈડરના આરામ ગૃહથી રેલી નીકળવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપે તેવા સૂત્રોચાર સાથે કોંગ્રેસ દ્વારા રેલી નીકળવામાં આવી હતી આ રેલી તિરંગા સર્કલ થઈ સૂત્રોચાર સાથે ઈડર પ્રાંત કચેરીએ પહોંચી હતી જ્યાં ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા 13 કરોડ લોકો વોટ થી વંચિત રહી ગયા છે વોટ ચોરી થઈ ગઈ છે હા અમારી રજૂઆત સરકાર સુધી પહોંચે તે માટે આજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું છે આ રેલીમાં જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી ઉપરાંત તાલુકા પ્રમુખ નંદુભાઈ પટેલ શહેર પ્રમુખ જીતુભાઈ પંચાલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એકતાબેન પટેલ ઈસ્માઈલ ભાઈ મુકેશભાઈ પરમાર તેમજ ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો રેલીમાં જોડાયા હતા
જયંતિ પરમાર સાબરકાંઠા








