સંતરામપુર તાલુકાના આંબા ગામે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સંતરામપુર તાલુકાના આંબા ગામે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
**

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર….

રાજ્ય સરકારના જનકલ્યાણકારી અભિગમને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સંતરામપુર તાલુકાના આંબા ગામ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવ્યો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, જાતિ-આવકના દાખલા, વૃદ્ધ સહાય તથા આરોગ્ય તપાસ જેવી વિવિધ સેવાઓ સંબંધિત અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

પારદર્શક અને ઝડપી વહીવટના માધ્યમથી જરૂરિયાતમંદ નાગરિકોને ઘરઆંગણે જ યોજનાકીય સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓએ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સ્થળ પર જ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવતાં સ્થાનિક અરજદારોએ સરકાર અને વહીવટી તંત્રના આ પ્રજાલક્ષી અભિગમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો