ભુજની પાલારા ખાસ જેલમાં’સુરમય ગીત સંગીત ગ્રુપ’ દ્વારા તણાવમુક્તિ, વ્યસનમુક્તિ અને કરાઓકે સંગીતની રમઝટનો ભવ્ય કાર્યક્રમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ ઓક્ટોબર : કોઈપણ ગુનાખોરી પાછળ જવાબદાર મુખ્ય કારણ નશાખોરી છે,મનુષ્ય જીવન ‘ગોડ ગિફ્ટ’ છે એને જેલની દીવાલો પાછળ વેડફવાને બદલે વ્યસનમુક્ત બની જીવતા શીખીએ: પી.આઈ.શૈલેષ પી. મારુ સુંદર સંગીત અને પ્રેરણારૂપ જૂના ગીતોથી કેદીઓમાં હૃદય પરિવર્તન થવાની સંભાવના વધી જાય છે, જિંદગી જીવવા તેમજ માણવા લાયક છે: આયોજક એમ.આઈ. બાયડ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મજયંતી સપ્તાહ ઉજવણી ૨૦૨૬ અંતર્ગત આજ રોજ ભુજની પાલારા ખાસ જેલ ખાતે બંદીવાન ભાઈઓના માનસિક સ્વાસ્થ્ય, ઉત્થાન અને પુનઃવસન અર્થે એક ભવ્ય અને અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ડિનેટર અને આયોજક એમ.આઈ. બાયડ (સિનિયર ક્લાર્ક, વિદ્યુત નિરીક્ષક કચેરી, ભુજ) ના વ્યક્તિગત પ્રયાસો અને “સુરમય ગીત સંગીત ગ્રુપ, ભુજ” ના સંયુક્ત ઉપક્રમે જેલ પરિસરમાં સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન “તણાવમુક્તિ, વ્યસનમુક્તિ વક્તવ્ય તેમજ જુના જાણીતા કરાઓકે દેશપ્રેમના ગીતોની રમઝટ” યોજાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન કેદીઓને સંબોધતા આયોજક અને કોર્ડિનેટર શ્રી એમ.આઈ. બાયડ જણાવ્યું હતું કે, “કેદીઓને તણાવમુક્ત કરવા તેમજ તેમનામાં હૃદય પરિવર્તન લાવવા માટે જો સુંદર સંગીત અને પ્રેરણારૂપ સંદેશ આપતા જૂના ગીતો રજૂ કરવામાં આવે, તો કેદીઓમાં સકારાત્મક હૃદય પરિવર્તન થવાની સંભાવના ખૂબ વધી જાય છે. કુદરતે આપેલી આ જીંદગી માત્ર કાપવા માટે નથી, પરંતુ સાચી રીતે જીવવા તેમજ માણવા લાયક છે.” વધુમાં, તેમણે ભવિષ્યમાં પણ આવા ઉમદા અને સરાહનીય પ્રવૃત્તિઓ સુંદર સંકલન સાથે જેલ ખાતે થતી રહેશે તેવી પાલારા ખાસ જેલના અધિક્ષક બી.બી.પરમારને હૃદયપૂર્વક ખાતરી આપી હતી.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત નશાબંધી અને આબકારી વિભાગ (ભુજ) ના પી.આઈ.શૈલેષ પી.મારુ પણ કેદી ભાઈઓને માર્મિક ભાષામાં સંબોધતા કહ્યું હતું કે, “સમાજમાં બનતી મોટાભાગની ગુનાખોરી પાછળનું એક મુખ્ય અને જવાબદાર કારણ નશાખોરી હોય છે.મનુષ્ય જીવન એ ‘ગોડ ગિફ્ટ’ (પ્રભુની ભેટ) છે, જેને જેલની દીવાલો પાછળ વેડફવાને બદલે આપણે સૌ વ્યસનમુક્ત બનીએ અને સન્માનપૂર્વક જીવતા શીખીએ.”વ્યસનમુક્તિના પ્રેરક વક્તવ્ય સાથે જ કેદીઓનો માનસિક તણાવ હળવો કરવા માટે ‘સુરમય ગીત સંગીત ગ્રુપ’ના જાણીતા સ્થાનિક કલાકારો સર્વશ્રી ચેતનભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, પ્રશાંતભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ જોષી તેમજ કલાકાર બહેનોઓ ભાવનાબેન ઠક્કર, આશાબેન ભાટિયા અને વનિતાબેન ચૌહાણ દ્વારા જૂના સદાબહાર ગીતો અને દેશભક્તિના કરાઓકે સંગીતની અદ્ભુત રમઝટ બોલાવવામાં આવી હતી. જેલના શિસ્તબદ્ધ વાતાવરણમાં કેદી ભાઈઓ પણ સંગીતના તાલે ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા.આ ભગીરથ અને સંવેદનશીલ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલારા જેલના અધિક્ષક બી.બી. પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ જેલ પ્રશાસનનો પ્રશંસનીય માનવીય અભિગમ રહ્યો હતો. ખાસ કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેલ પરિસરમાં સતત સક્રિય રહીને પોતાની સેવાઓ આપનાર જેલર બી. કે.જાખલ,જેલર એમ. એમ.ચરપોટ,જેલર એન. આર. ચૌધરી,જનરલ સુબેદાર એસ.એમ. બારીઆ,સુબેદાર રમેશભાઈ કે.વાઝા તેમજ સિપાઈ રાજેશભાઈ એલ. સિજુ નો આયોજક સમિતિ અને કલાકારો દ્વારા હૃદયપૂર્વક ખાસ આભાર માનવામાં આવ્યો હતો.કાર્યક્રમની ભવ્ય સફળતા બાદ જેલ અધિક્ષક અને સમગ્ર જેલ સ્ટાફ પરિવાર દ્વારા આયોજક એમ.આઈ. બાયડ અને સુરમય ગીત સંગીત ગ્રુપના તમામ કલાકારોનો ટેલિફોનિક તથા મેસેજ દ્વારા આભાર વ્યક્ત કરી ભવિષ્યના સામાજિક કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો