MORBI:મોરબીના રફાળીયા નજીક જેટકો સબ સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા: કેબલ કાપી કિંમતી કોપર વાયરની ચોરી

MORBI:મોરબીના રફાળીયા નજીક જેટકો સબ સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા: કેબલ કાપી કિંમતી કોપર વાયરની ચોરી

મોરબી તાલુકાના રફાળીયા ગામ પાસે આવેલા જેટકો (GETCO) સબ સ્ટેશનને નિશાન બનાવી તસ્કરોએ મોડી રાત્રે મોટી ચોરીને અંજામ આપ્યો છે. સબ સ્ટેશન પરિસરમાં રાખવામાં આવેલા પાવર કેબલને ધારદાર હથિયાર વડે કાપી તેમાંથી હજારો રૂપિયાનો કિંમતી કોપર (તાંબા)નો વાયર ચોરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે.

બનાવની વિગતો અનુસાર, એસન્ટ ઇલેક્ટ્રીફિકેશન એન્જિનિયર્સ કંપનીના એરિયા સુપરવાઇઝર નીરવભાઈ ભાણજીભાઈ કામળીયા દ્વારા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાત્રિના સમયે સબ સ્ટેશનનો સ્ટાફ ઊંઘી રહ્યો હતો ત્યારે અજાણ્યા તસ્કરો દીવાલ ટપીને પરિસરમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા. તસ્કરોએ સબ સ્ટેશનમાં રહેલા આશરે ૧૫૦૦ કિલો વજન ધરાવતા પાવર કેબલને ધારદાર હથિયારથી કાપી તેમાંથી અંદાજે રૂ. ૭૮,૬૪૬/- ની કિંમતનો કોપર વાયર કાઢી લીધો હતો અને મુદ્દામાલ સાથે પલાયન થઈ ગયા હતા.

સવારે ચોરીની જાણ થતાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો