ડાંગમાં વન વિભાગનાં કર્મીઓ દ્વારા ખાખી વર્દી પર કાળી રિબન બાંધી વિરોધ: વર્ષોથી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યુ..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરવામાં આવેલું આંદોલન હવે બીજા તબક્કામાં પ્રવેશ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ડાંગ જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓએ પોતાની ફરજ યથાવત્ રાખીને ખાખી વર્દી પર કાળી રિબન બાંધીને શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવ્યો હતો. દક્ષિણ ડાંગ વિભાગની સામગહાન રેન્જ ફોરેસ્ટ ઓફિસ, પીપલદહાડ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસ તેમજ સરકારી સોમિલ વઘઇ ખાતે ફરજ બજાવતા વનરક્ષકો અને વનપાલોએ કાળી પટ્ટી ધારણ કરીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન આગળ ધપાવ્યું હતુ.વનકર્મીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જંગલ, વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણની જવાબદારી નિભાવતા કર્મચારીઓ પોતાની નિષ્ઠા અડગ રાખીને ફરજ બજાવી રહ્યા છે,પરંતુ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પ્રત્યે સરકાર અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા આ પગલું ભરવામાં આવ્યું છે.આ પ્રસંગે ડાંગ જિલ્લા વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખ હકમભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “ખાખી વર્દી પર કાળી પટ્ટી બાંધતાં અમારો જીવ અચકાય છે, કારણ કે ખાખી અમારું ગૌરવ અને ઓળખ છે. આ કાળી પટ્ટી કોઈ વ્યક્તિ કે સરકાર સામેનો વિરોધ નથી, પરંતુ અમારું ધ્યાન દોરવાનો પ્રયાસ અને અમારી વેદનાનું પ્રતીક છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમારી ફરજ પ્રત્યેની નિષ્ઠા અડગ છે, પરંતુ અમારા હક્કો અને પ્રશ્નોનું નિરાકરણ પણ એટલું જ જરૂરી છે.કાળી પટ્ટી એ ખાખીધારી કર્મચારીના દિલની વેદનાનો અવાજ છે.”   રાજ્યભરના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા આ આંદોલનના બીજા તબક્કા અંતર્ગત ડાંગ સહિત સમગ્ર રાજ્યના વનકર્મીઓએ કાળી રિબન સાથે પોતાની ફરજ બજાવી હતી. કર્મચારીઓએ આશા વ્યક્ત કરી છે કે સરકાર અને સંબંધિત વિભાગીય તંત્ર દ્વારા તેમની વર્ષો જૂની અને વાજબી માંગણીઓ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવામાં આવશે અને વહેલી તકે યોગ્ય તથા હકારાત્મક નિર્ણય લેવામાં આવશે..

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો