વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે સેવા જ્યોતિ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

તાહિર મેમણ – આણંદ – 07/10/2026 – આણંદ જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નીકળેલી સેવા જ્યોતિ યાત્રા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આવી પહોંચી હતી, જ્યાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા અને વિકસિત ભારત સભા યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતુ, જેને સૌ નગરજનોએ નિહાળ્યુ હતું.

 

આ કાર્યક્રમના પ્રારંભમાં સૌએ એક સાથે ‘વંદે માતરમ્’નું ગાન કર્યુ હતુ. અગાઉ ૨૫ કરોડ બાળકોના સ્વપ્નના ભારત નિર્માણના સંકલ્પ સાથે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ચિત્ર, વક્તૃત્વ અને કોલાજ સ્પર્ધાના જિલ્લા કક્ષાના પ્રથમ ત્રણ વિજેતા બાળ-પ્રતિભાઓનું આ તકે મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. ત્યારબાદ મહાનુભાવો અને નગરજનો દ્વારા ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ માટેનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.

 

આ તકે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાથે અન્ય મહાનુભાવો દ્વારા સેવા જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી અને જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે પહોંચેલી સેવા જ્યોતિ યાત્રાનું સેવા જ્યોતિ સર્કલ તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા શાસ્ત્રી મેદાનથી નાના બજાર, ભાઈકાકા સર્કલ, પ્રમુખસ્વામી સર્કલ થઈને સેવા જ્યોતિ સર્કલ પહોંચી પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામા નગરજનો ઉત્સાહપુર્વક જોડાયા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો