તા.૦૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદની ગૌરવપૂર્ણ સિદ્ધિ: લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીને પ્રતિષ્ઠિત ‘એમિનેન્સ એપ્રિસિયેશન એવોર્ડ’ એનાયત
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 એમીનેન્સ એવોર્ડ સેરેમની તારીખ 04.10.2026 રવિવાર સાંજે રોઝરી ઓડિટોરિયમ હોલ વડોદરા ખાતે યોજાઈ હતી. જેમાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા ને ત્રણ મહિનાની સેવાકીય કાર્યક્રમોનું મૂલ્યાંકન કરતા એમીનેન્સ એપ્રિસિયેશન એવોર્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અશોક જૈન, પ્રોગ્રામ ચેરમેન લાયન કલ્પના કડકીયા, પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન અરુણા ઓસવાલ ,ઇમિજિએટ પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશભાઇ પ્રજાપતિ ના હસ્તે આપવામાં આવ્યો. લાયન્સ ક્લબ ઓફ સીટી દાહોદ ટ્રાયબલ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.અંધ અને દિવ્યાંગ લોકોના ઉત્થાન માટે સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. એવોર્ડ સમારંભમાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા, સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા એબિલિટી ક્લબ માંથી લાયન મિનેષ પટેલ, લાયન સુરેશ ભૂરા તેમજ ખૂબ મોટી સંખ્યામાં વડોદરા, આણંદ, નડિયાદ, ડાકોર ,ગોધરા ,લીંબડી ક્લબમાંથી ખૂબ મોટી સંખ્યામાં પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર, કેબિનેટ સભ્યો ,ડિસ્ટ્રિક્ટ ચેરમેન, પ્રેસિડેન્ટ, સેક્રેટરી તેમજ લાયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીને સેવાકીય પ્રવૃત્તિઓ માટે એમિનેન્સ એપ્રિસિયેશન એવોર્ડ મળતા વિવિધ હોદ્દેદારો અને ક્લબના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા









