ડાંગમાં જિલ્લા પોલીસવડાનો યુવાનો સાથે સીધો સંવાદ:વઘઈ કૃષિ યુનિવર્સિટીમાં “ડાયરેક્ટ કનેક્ટ ટુ SP” કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અને યુવા વર્ગ વચ્ચે સીધો સંવાદ, પરસ્પર વિશ્વાસ અને સંકલન વધુ સુદૃઢ બને તે હેતુથી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, વઘઈ ખાતે “ડાયરેક્ટ કનેક્ટ ટુ SP” સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ (IPS) ખાસ ઉપસ્થિત રહી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કારકિર્દી, અભ્યાસ દરમિયાન પડતી મુશ્કેલીઓ, ભવિષ્યની તકો, પોલીસ વ્યવસ્થા, જાહેર સુરક્ષા તેમજ પોલીસ વિભાગ પાસેથી તેમની અપેક્ષાઓ અંગે નિઃસંકોચપણે પ્રશ્નો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ કામગીરી, પોલીસ-પ્રજા સંવાદ, પોતાની રજૂઆત પોલીસ સુધી પહોંચાડવાની પ્રક્રિયા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા અને યુવાનોની પોલીસિંગમાં ભૂમિકા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે પ્રશ્નો કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સરળ, સ્પષ્ટ અને વ્યવહારુ રીતે જવાબો તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પોલીસ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા, પોલીસ-યુવા સંવાદ વધારવા તથા સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓના સૂચનો અને અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને કારકિર્દી ઘડતર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંવાદ દરમિયાન સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયો, ઓનલાઈન છેતરપિંડી સામે સાવચેતી, નશીલા પદાર્થોથી દૂર રહેવા “નો ડ્રગ્સ” અંગે જાગૃતિ તેમજ ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટી જેવા મહત્વના મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર પોલીસ દ્વારા માર્ગદર્શન આપવાનો નહીં, પરંતુ યુવાનોના પ્રશ્નો અને વિચારો સાંભળી તેમની અપેક્ષાઓ સમજવા તથા પોલીસ અને યુવા વર્ગ વચ્ચે વિશ્વાસ અને સહભાગિતાના આધારે ભાગીદારી વિકસાવવાનો રહ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવે જણાવ્યું હતું કે, યુવાનો સમાજની મહત્વપૂર્ણ શક્તિ છે અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાથી તેમની સમસ્યાઓ, અપેક્ષાઓ અને સૂચનો સમજવામાં મદદ મળે છે. પોલીસ અને યુવાનો વચ્ચે સતત સંવાદ તથા સહકાર જળવાઈ રહે તો સુરક્ષિત અને જવાબદાર સમાજના નિર્માણમાં વધુ અસરકારક પરિણામો મેળવી શકાય છે. કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર દ્વારા ડાંગ જિલ્લા પોલીસના આ પ્રકારના સીધા સંવાદ અને સહભાગિતાના અભિગમને આવકારવામાં આવ્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો