MALIYA:માળિયાના વવાણીયામાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

MALIYA:માળિયાના વવાણીયામાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

 

માળિયા (મિયાણા) તાલુકાના વવાણીયા ગામે જૂની અદાવત અને પ્રેમસંબંધના મનદુઃખને લઈને એક ૧૮ વર્ષીય યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરી છરી અને ઢીંકાપાટુ વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મૂળ માળિયા તાલુકાના વવાણીયા ગામના વતની અને હાલ કચ્છ જિલ્લાના આદિપુર ખાતે રહીને મજૂરીકામ કરતા યાસીન સલીમભાઈ સાઈચા (ઉં.વ. ૧૮) એ માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, યાસીનને આરોપી નાસીરની મોટાબાપુની દીકરી સાથે આશરે બે વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતો, જે બાબતે બંને પક્ષો વચ્ચે મનદુઃખ ચાલતું હતું.

આ અદાવતનો ખાર રાખી આરોપી નાસીર હાજીભાઈ સાઈચા, ખાલીદ હાજીભાઈ સાઈચા (બંને રહે. નવી નવલખી, તા. માળિયા) તથા જમીલ વાઢેર (રહે. મુંદ્રા, જી. કચ્છ) એ એકસંપ થઈ યાસીન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ગાળાગાળી કરી યાસીનને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને નાસીરે પોતાની પાસે રહેલી છરી વડે યાસીનના જમણા પગના સાથળના ભાગે ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે માળિયા પોલીસે યાસીન સાઈચાની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો