તારીખ ૦૮/૧૦/૨૦૧૬

સાજીદ વાઘેલા કાલોલ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. બાલાસિનોર સ્થિત બાલાસિનોર પબ્લિક સ્કૂલ ઈંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી શેખ મોહમ્મદ તલ્હા વસિમભાઈએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
Indian Games and Sports Federation of India (IGSFI) દ્વારા તા. 2 થી 6 ઓક્ટોબર 2026 દરમિયાન નેપાળના પોખરા ખાતે આવેલા રંગશાળા સ્ટેડિયમમાં 14મી ઈન્ડો-નેપાળ ઈન્ટરનેશનલ સિરીઝ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર-17 બોયઝ કબડ્ડી કેટેગરીમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા તલ્હા વસિમભાઈએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને શાનદાર રમત, ટીમ સ્પિરિટ તથા અદમ્ય આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરીને તલ્હાએ સુવર્ણ ચંદ્ર પ્રાપ્ત કર્યો છે. તેની આ સિદ્ધિથી સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી સમીરભાઈ શેખ તથા ટ્રસ્ટની તમામ કોલેજો અને સંસ્થાઓ તરફથી વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ભણતરની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવે છે, જેનું આ પરિણામ છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીના કોચ શાની મલેક નું સતત માર્ગદર્શન, સખત તાલીમ અને અથાગ મહેનતનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.









