મહેસૂલી કર્મચારીઓની હડતાળથી જનસેવા ઠપ થવાની ભીતિ; KYC સહિતની ઓનલાઈન કામગીરી પર અસરથી જનતામાં રોષ

 

મહેસૂલી કર્મચારીઓની હડતાળથી જનસેવા ઠપ થવાની ભીતિ; KYC સહિતની ઓનલાઈન કામગીરી પર અસરથી જનતામાં રોષ

 

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5970;
AI_Scene: (-1, -1);
aec_lux: 119.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 38;

વાત્સલ્યમ્ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

1 ઓક્ટોબરથી તબક્કાવાર વિરોધ, 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત — “ડિજિટલ ઇન્ડિયા કઈ દિશામાં જશે?” જનતાનો સવાલ

 

નર્મદા: મહેસૂલી કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરવામાં આવી છે.

 

કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં બઢતી અને બદલીના પ્રશ્નો, સિનિયોરિટી યાદી તૈયાર કરવી તેમજ મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગને લગતી કામગીરી દૂર કરવી સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

 

મહેસૂલી કર્મચારીઓના જણાવ્યા મુજબ મૂળ મહેસૂલી કામગીરી ઉપરાંત અન્ય વિભાગોની કામગીરી પણ સોંપવામાં આવતી હોવાથી કર્મચારીઓ પર વધારાનું કામનું ભારણ આવી રહ્યું છે. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંતોષકારક ઉકેલ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવાયો હોવાનું મંડળનું કહેવું છે.

 

એક તરફ કર્મચારીઓનું આંદોલન, બીજી તરફ જનતાના કામો અટકવાની ચિંતા, મહેસૂલી તંત્ર સાથે સંકળાયેલી વિવિધ સરકારી સેવાઓ અને ઓનલાઈન પ્રક્રિયાઓ માટે સામાન્ય નાગરિકોને કચેરીઓ પર આધાર રાખવો પડે છે. ખાસ કરીને KYC સહિતની ઓનલાઈન કામગીરી, આવક-જાતિ-રહેઠાણ જેવા પ્રમાણપત્રો અને મહેસૂલી સેવાઓમાં વિલંબ થાય તો તેની સીધી અસર સામાન્ય અરજદારો પર પડી શકે છે.

 

કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે આંદોલન કરે તે તેમની રજૂઆતનો મુદ્દો છે, પરંતુ આ પ્રક્રિયામાં સામાન્ય નાગરિકોની જરૂરી સરકારી સેવાઓ ખોરવાય નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પણ જનતામાં સવાલો ઉઠી રહ્યા છે.

 

“ડિજિટલ ઇન્ડિયા” સામે જનતાનો સીધો સવાલ

સરકાર દ્વારા સરકારી સેવાઓને વધુને વધુ ઓનલાઈન અને ડિજિટલ બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જો કર્મચારીઓના આંદોલનને કારણે જરૂરી ઓનલાઈન પ્રક્રિયાઓ અને જનસેવા સંબંધિત કામગીરીમાં વિક્ષેપ સર્જાય તો “ડિજિટલ ઇન્ડિયા કઈ દિશામાં જશે?” એવો સવાલ સામાન્ય નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

 

🔴 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

 

મહેસૂલી કર્મચારી મંડળના જણાવ્યા મુજબ 1 ઓક્ટોબરથી તબક્કાવાર વિરોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જો 7 ઓક્ટોબર સુધીમાં પડતર પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરવામાં આવી છે.

 

હવે સમગ્ર મામલે સરકાર અને મહેસૂલ વિભાગ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સાથે સામાન્ય નાગરિકોની સેવાઓ અવિરત રહે તે માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

 

જનતાનો સવાલ:

“કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે અને સામાન્ય નાગરિકોના અટકતા કામોની જવાબદારી કોણ લેશે,

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો