MORBI:મોરબી તાલુકા પોલીસે તળાવીયા શનાળા સીમમાંથી બોલેરો મેક્સ સહિત ₹૧૧.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

MORBI:મોરબી તાલુકા પોલીસે તળાવીયા શનાળા સીમમાંથી બોલેરો મેક્સ સહિત ₹૧૧.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે તળાવીયા શનાળા ગામની સીમમાં દરોડો પાડી બોલેરો મેક્સ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂની ૨,૮૫૬ બોટલો તેમજ વાહન સહિત કુલ ₹૧૧.૮૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સ્ટાફને સંયુક્ત બાતમી મળી હતી કે, તળાવીયા શનાળા ગામની સીમમાં થીઓસ સિરામીકની બાજુમાં આવેલી અવાવરૂ જગ્યામાં અંધારાનો લાભ લઈ કોઈ શખ્સ ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવીને તેની હેરફેર તથા સગેવગે કરવાની પેરવી કરી રહ્યો છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા ત્યાંથી મહિન્દ્રા બોલેરો મેક્સ ગાડી (રજી. નં. GJ-36-V-6873) મળી આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂની ૨,૮૫૬ નંગ બોટલો (કિંમત ₹૬,૮૪,૬૬૦/-) તથા ₹૫,૦૦,૦૦૦/- ની કિંમતની બોલેરો મેક્સ મળી કુલ ₹૧૧,૮૪,૬૬૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો