WAKANER:શિવાલય શેલ્ટર હોમ વાંકાનેર ખાતે ભક્તિ અને સંગીતનો સંગમ

માંગલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવાલય શેલ્ટર હોમ વાંકાનેર* ખાતે ભજન, કીર્તન, ગીતો તથા માતાજીના ગરબાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આશ્રમમાં રહેતા અનાથ, નિરાધાર તથા શારીરિક રીતે અક્ષમ લોકો સાથે આનંદની પળો વિતાવી તેમના જીવનમાં ખુશી, હૂંફ અને આત્મીયતાનો અનુભવ કરાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન જયદીપ મકવાણા, આદિત્ય બારોટ અને વિશાલ મહેતા દ્વારા સુંદર ભજન, કીર્તન તથા ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે તબલા ઉસ્તાદ સંદીપ નૈયા તથા રાઠોડ અભી દ્વારા સુંદર તબલા સંગત આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન *ચંદ્રેશ વિંઝવાડિયા* દ્વારા સાઉન્ડ તથા જરૂરી વ્યવસ્થાની સેવા પૂરી પાડવામાં આવી હતી. તેમના સેવાભાવપૂર્ણ સહયોગ બદલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ભજન-કીર્તન બાદ માતાજીના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમના રહેવાસીઓ તથા ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક ગરબાની રમઝટ માણી હતી. ભજન, સંગીત અને ગરબાથી સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય તથા આનંદમય બની ગયું હતું.
માંગલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શિવાલય શેલ્ટર હોમ* માં સેવાકીય પ્રવૃત્તિઓની સાથે રહેવાસીઓને આનંદ, આત્મીયતા અને પરિવાર જેવી હૂંફ મળે તે માટે સમયાંતરે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમ “સેવા એ જ શ્રેષ્ઠ ઉપાસના” ના ભાવને સાર્થક કરતો રહ્યો હતો.












