બાકરોલ ક્લસ્ટરમાં બાળ વૈજ્ઞાનિકોનો જલવો: ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં બાકરોલ, પલાસા, નેવરીયા, બોરૂ અને ભાદરોલી બુઝર્ગ શાળા અવ્વલ.

તારીખ ૧૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

નવમી ઓક્ટોબરના રોજ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૬/૨૭ કાલોલ તાલુકાના બાકરોલ ક્લસ્ટર ખાતે યોજાયું.જેમાં બાકરોલ ક્લસ્ટરની તમામ શાળાઓએ અલગ અલગ વિભાગમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.વિભાગ-૧ ટકાઉ અને વિકસિત ભારત વિજ્ઞાન, ટેક્નોલોજીમાં બાકરોલ પ્રાથમિક શાળા, વિભાગ-૨ હરિત ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણમાં પલાસા પ્રાથમિક શાળા, વિભાગ-૩ આરોગ્ય અને સ્વચ્છતામાં નેવરીયા પ્રાથમિક શાળા, વિભાગ-૪ સ્વદેશી કૃષિ પદ્ધતિઓમાં બોરૂ પ્રાથમિક શાળા અને વિભાગ-૫ આપત્તિ વ્યવસ્થાપનમાં ભાદરોલી બુઝર્ગ પ્રાથમિક શાળાએ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાના વિદ્યાર્થોઓ અને માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર, મેડલ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા પાંચેય વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર શાળાઓના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો તાલુકાકક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાકરોલ ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરશે.બાકરોલ સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ રતનપુર હાઈસ્કૂલના આચાર્ય અને ગણિત વિજ્ઞાન શિક્ષકો દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.તેમજ નિર્ણયકની ભૂમિકા ભજવી. બાકરોલ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય નિતાબેન પટેલ દ્વારા વિભાગવાર પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું.બાકરોલ સીઆરસી કો ઓર્ડીનેટર નયનાબેન પટેલ,પગારકેન્દ્ર આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ ક્લસ્ટરના તમામ આચાર્યો અને શિક્ષકોના સંકલનથી ઉત્સાહભેર બાકરોલ ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સંપન્ન થયું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો