MORBI:દિલ્હી જંતરમંતર વિરોધ પ્રદર્શન: મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ કૈડાની અટકાયત, પૂર્વ પ્રમુખ મુકેશ ગામી નજરકેદ

MORBI:દિલ્હી જંતરમંતર વિરોધ પ્રદર્શન: મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ કૈડાની અટકાયત, પૂર્વ પ્રમુખ મુકેશ ગામી નજરકેદ

​મોરબી:દિલ્હી ખાતે જંતરમંતર પર યોજાનાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહેલા મોરબી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને રોકવા માટે પોલીસ તંત્ર કામે લાગ્યું હોવાની વિગતો સામે આવી છે. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ કૈડા મોરબીની હદ બહાર નીકળે તે પહેલાં જ મહેન્દ્રનગર ચોકડી ખાતેથી પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

​દિલ્હી જવા નીકળેલા કાર્યકરોને અટકાવવા વહેલી સવારથી જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. આ દરમિયાન લજાઈ સ્થિત ભીમનાથ મહાદેવ મંદિર પરિસર સુધી પોલીસ પહોંચી ગઈ હતી. મંદિરે એક પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીને પણ પોલીસે ત્યાં જ નજરકેદ કરી લીધા હોવાના અહેવાલ છે.આ કાર્યવાહી સામે કોંગ્રેસ પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારના ઈશારે કાર્યકરો અને આગેવાનોને પરેશાન કરવા પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. નજરકેદ કરાયેલા પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ ગામીએ પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે, “શું લોકશાહીમાં લોકહિતના મુદ્દાઓ પર શાંતિપૂર્ણ વિરોધ કરવો ગુનો છે?”એક તરફ યુથ કોંગ્રેસ પ્રમુખની મહેન્દ્રનગર ચોકડીએથી અટકાયત અને બીજી તરફ મંદિર પરિસરમાંથી પૂર્વ પ્રમુખને નજરકેદ કરવાના મામલે મોરબીના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો