દાહોદ LCB પોલીસનો મોટો સપાટો:ખંગેલા ચેકપોસ્ટ પરથી ₹1.20 કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, ચાલકની અટકાયત

તા.૦૮.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ LCB પોલીસનો મોટો સપાટો: ખંગેલા ચેકપોસ્ટ પરથી ₹1.20 કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, ચાલકની અટકાયત

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમને એક બહુ મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશ સરહદેથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહેલો આશરે ₹1.20 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો દાહોદ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ ભરેલી ટ્રક અને અન્ય સાધનો મળી કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, દાહોદ LCBની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ ટ્રક આવી પહોંચતા પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. ટ્રકની તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ બોક્સમાં ભરેલો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે ₹1.20 કરોડ જેટલી થાય છે.પોલીસે ઘટનાસ્થળેથી જ વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરાઈ છે.પોલીસ તપાસનો ધમધમાટ:આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ગુજરાતમાં કયા બુટલેગરે મંગાવ્યો હતો અને તે રાજ્યના કયા શહેરમાં કે વિસ્તારમાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ નેટવર્ક પાછળ કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની તપાસ પણ LCB દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો