સંતરામપુરની બે કોલેજોમાં રૂ. 1.14 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિના આક્ષેપો, આદિવાસી વિકાસ પરિષદે સંતરામપુર પોલીસ સ્ટેશન માં કરી લેખિત ફરિયાદ

સંતરામપુરની બે કોલેજોમાં રૂ. 1.14 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિના આક્ષેપો, આદિવાસી વિકાસ પરિષદે સંતરામપુર પોલીસ સ્ટેશન માં કરી લેખિત ફરિયાદ

છેલ્લા પાંચ વર્ષની શિષ્યવૃત્તિ, ફી અને સરકારી ફીની રકમના હિસાબ અંગે સવાલો ઉઠાવાયા; સંતરામપુર પોલીસે ફરિયાદીની લેખિત ફરીયાદ અરજી લ ઈને તપાસ શરૂ કરી
જોવામલેછે.

સંતરામપુર ખાતે આવેલી શ્રીમતી કુસુમબેન ડામોર એમ.એસ.ડબલ્યુ. કોલેજ અને વનરાજસિંહ ડામોર ડી.એસ.આઈ. કોલેજને લઈને નાણાકીય હિસાબ અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

ગુજરાત આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ વનરાજસિંહ ડામોર દ્વારા સંતરામપુર પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.જે આ લેખિત

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સંસ્થાની બંને સ્વનિર્ભર કોલેજોના વહીવટની જવાબદારી અભય પરમારને ઈન્ચાર્જ આચાર્ય તરીકે સોંપવામાં આવી હતી.

ફરિયાદમાં અભય પરમાર ઉપરાંત અર્જુન ભાટી તથા નિવૃત્ત ઓ.એસ. રમણભાઈ કાંનસર સામે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોલેજોમાં જમા થયેલી શિષ્યવૃત્તિ, વિદ્યાર્થીઓની ફી તથા આદિવાસી વિદ્યાર્થીઓને મળતી સરકારી ફીની રકમના હિસાબ અંગે ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, વારંવાર હિસાબ માંગવામાં આવ્યો હોવા છતાં સંપૂર્ણ હિસાબ રજૂ કરવામાં આવ્યો ન હતો.

રજૂ કરાયેલા હિસાબમાં સંસ્થાની કુલ જમા રકમમાંથી જાવક બાદ કરતાં આશરે રૂ. 1,14,49,798/- જેટલી રકમ સંસ્થામાં જમા કરાવવાની બાકી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ રકમ અંગે વારંવાર સૂચના આપવા છતાં રકમ સંસ્થામાં જમા કરવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે ફરિયાદમાં છેતરપિંડી, નાણાકીય ગેરરીતિ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સંતરામપુર પોલીસે હાલ લેખિત ફરીયાદલ ઈને તપાસ શરૂ કરી હોવાનું જાણવામલે છે.

આ સમગ્ર મામલે સંતરામપુર પોલીસે ફરિયાદને જાણવા જોગ તરીકે નોંધી તપાસ શરૂ કરી હોવાનું પોલીસ તરફથી પણ જણાવાયું છે.

સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ બાબતે ફરિયાદ જાણવા જોગ લીધી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે.

તપાસ દરમિયાન ગુનો બનતો હોવાનું સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ફરીયાદીવનરાજસિંહ ડામોરે જણાવ્યું હતું કે આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે અને આરોપો અંગે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી ગુનો નોંધવામાં નહીં આવેતો હું જરૂર પડે તો ધરણા પર બેસવાની ચીમકી પણ આપી છે.

હાલ સમગ્ર મામલે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ નાણાકીય ગેરરીતિના આક્ષેપોમાં કેટલું તથ્ય છે અને આગળ કઈ કાયદેસરની કાર્યવાહી થાય છે તે સ્પષ્ટ થશે.

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો