અરવલ્લી : મોડાસા સહકારી જીન નજીક બુટલેગર વિરલ જયસ્વાલ જીપમાં દારૂ ભરી બેઠો હતો ટાઉન પોલીસે દબોચ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા સહકારી જીન નજીક બુટલેગર વિરલ જયસ્વાલ જીપમાં દારૂ ભરી બેઠો હતો ટાઉન પોલીસે દબોચ્યો

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવી છે મોડાસા શહેર સહિત જીલ્લામાં બુટલેગરો વિદેશી દારૂની હોમ ડિલિવરી કરી દારૂબંધી કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા હંગામી બસ સ્ટેન્ડ નજીક બોલેરો જીપમાંથી દસ હજારના વિદેશી દારૂ ભરી બિન્દાસ્ત બેઠેલા નાથાવાસના વિરલ જયસ્વાલને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

મોડાસા ટાઉન PI રોહિત ચૌધરી અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા મેઘરજ રોડ પર જૂના હંગામી બસ સ્ટેન્ડ નજીક નાથાવાસ ગામનો વિરલ પ્રવિણ જયસ્વાલ બોલેરો જીપમાં થેલીઓમાં વિદેશી દારૂ ભરી બેઠો હોવાની બાતમી મળતા તાબડતોડ પોલીસ સહકારી જીન પાસે બાતમી આધારિત સ્થળ પર પહોંચી વિરલ જયસ્વાલને ઝડપી પાડી જીપની તલાસી લેતા પાછળના ભાગમા સંતાડેલ વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-63 કિં.રૂ.10500/-નો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો