10 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર રોટરી ક્લબ ઓફ સીટી દ્વારા નવરાત્રી અર્વાચીન ગરબા સરકારી શાળાની 13 શાળા બાલિકાઓએ સ્પર્ધામાં ભાગ લીધો.વિજેતાસન્માન કરીને પ્રોત્સાહન કરાયા.પાલનપુરની સેવાભાવી એવી રોટરી ક્લબ ઓફ સીટી દ્વારા નવરાત્રી પૂર્વે આંતરસાળાકીય ગરબાની બાલિકાઓ માટે એક હરિફાઈ આયોજન કરાયું હતું જેમાં ખાસ કરીને સરકારી શાળાઓની ભણતી 13 શાળાઓ આ સ્પર્ધામાં જોડાયા હતા પ્રથમ આવનારી બાલિકાઓને રોકડ રકમ તેમજ સન્માનિત સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા બાલિકાઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી જોકે અન્ય બાલિકાઓને પણ ગિફ્ટ આપી હતી શિક્ષકોને પણ સન્માન કરવામાં આવ્યું હતું.રોટરી ક્લબ ઓફ પાલનપુર સીટી આયોજિત આંતર શાલેય નવરાત્રી ગરબા હરીફાઈ અને નેશન બિલ્ડર એવોર્ડ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. શાંતિભાઈ ડી. જોષી, રોટરી કલબ પ્રમુખ પિયુષભાઈ વકીલ, મંત્રી મહેન્દ્રભાઈ મોદી, પ્રોજેક્ટ ચેરમેન કલ્પેશ રાવલ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. આ ગરબા હરીફાઈમાં પાલનપુરની 13 પ્રાથમિક સરકારી શાળાઓ ની બાળાઓએ ભાગ લઈ અલગ અલગ પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્ટેજ ઉપર રજૂ કરેલ હતા જેમાં નિર્ણાયકો દ્વારા *પ્રથમ નંબર* શ્રી લક્ષ્મીપુરા તાલુકા પ્રાથમિક શાળા, *દ્વિતીય નંબર* શ્રી કે.મા. ચોકસી પ્રાથમિક શાળા, *તૃતીય નંબર* શ્રી બ્રાન્ચ શાળા નંબર -1 ને આપવામાં આવેલ તેમજ *બેસ્ટ ડ્રેસિંગ* માં (1)શ્રી બ્રાન્ચ પે. કેન્દ્ર શાળા નંબર- 2 (કીર્તિસ્તંભ) (2) શ્રી રાજવી કન્યાશાળા તેમજ *બેસ્ટ એકશન* માં શ્રી નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, *બેસ્ટ એન્ટ્રીમાં* શ્રી ગણેશપુરા પ્રાથમિક શાળા અને *બેસ્ટ એક્ઝીટ* માં શ્રી હરીપુરા પ્રાથમિક શાળા નો નંબર આવેલ. આ તમામ વિજેતાઓને રોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા શીલ્ડ એનાયત કરવામાં આવેલ તેમજ ભાગ લેનાર તમામ બાળકોને ભોજન ના દાતાશ્રી રોટે. મદરૂપભાઈ પટેલ દ્વારા ભોજન આપવામાં આવેલ અને રોટે. કરસનભાઈ પટેલ દ્વારા દરેક બાળાઓને આશ્વાસન ઇનામ આપવામાં આવેલ રોટરી ક્લબ દ્વારા દરેક સ્કૂલને ને ડ્રેસ લેવા માટે રૂપિયા 3000/- રોકડ તેમજ દરેક બાળાઓને સર્ટિફિકેટ આપવામાં આવેલ અને ઇનરિલ ક્લબ પાલનપુર સીટી દ્વારા દરેક શાળાને રૂપિયા 500/- રોકડ આપવામાં આવેલ તેમજ દરેક શાળામાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદ કરી તેમને *’નેશન બિલ્ડર એવોર્ડ’* જેમાં પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ.










