મોડાસામાં પરિણીતાએ પતિ, સાસુ અને બે નણંદો સામે નોંધાવી ફરિયાદ, દહેજ અને શારીરિક-માનસિક ત્રાસના આક્ષેપ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં પરિણીતાએ પતિ, સાસુ અને બે નણંદો સામે નોંધાવી ફરિયાદ, દહેજ અને શારીરિક-માનસિક ત્રાસના આક્ષેપ

અરવલ્લી, મોડાસા: મોડાસા શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને બે નણંદો સામે દહેજની માંગણી, મારપીટ, ગાળો બોલવા અને શારીરિક-માનસિક ત્રાસ આપવાના આક્ષેપો સાથે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે સાસરિયાં સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદ મુજબ, મોડાસાના કલ્યાણચોક વિસ્તારની ઋષિકેશ સોસાયટીમાં પિયરમાં રહેતી 38 વર્ષીય મનીષાબેનનાં લગ્ન 22 ફેબ્રુઆરી, 2021ના રોજ ધવલ અમૃતભાઈ પટેલ સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ તેઓ સુરત જિલ્લાના બારડોલી ખાતે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં.

મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે લગ્નજીવનના શરૂઆતના સમયગાળા બાદ ઘરના કામકાજ અને નાની-નાની બાબતોને લઈને પતિ, સાસુ તથા બે નણંદો દ્વારા વારંવાર તકરાર કરવામાં આવતી હતી. દહેજમાં કંઈ લાવ્યાં નથી તેમ કહી મહેણાં મારવા અને અપમાનજનક શબ્દો બોલવા ઉપરાંત પતિ દ્વારા મારપીટ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બંને નણંદો પતિને ઉશ્કેરતી હોવાની અને છૂટાછેડા આપી ઘર છોડી દેવા કહેતી હોવાની મહિલાએ રજૂઆત કરી છે. પતિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહિલાના જણાવ્યા અનુસાર, 17 મે, 2026ના રોજ ઘરના કામકાજની બાબતે તકરાર થયા બાદ પતિએ મારપીટ કરી મોબાઇલ ફોન, બાળક અને સ્ત્રીધન લઈ લીધાં હતાં અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. ત્યારબાદ મહિલા અભયમ 181ની મદદથી પોતાના પુત્ર સાથે મોડાસા ખાતે પિયરમાં આવીને રહેવા લાગ્યાં હતાં. છેલ્લા પાંચ મહિનાથી તેઓ પિયરમાં રહેતાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પરિવારના સભ્યો દ્વારા સામાજિક રીતે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં સમાધાન ન થતાં મહિલાએ કાયદેસરની કાર્યવાહી માટે મહિલા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગની કચેરીની મંજૂરી બાદ 9 ઑક્ટોબર, 2026ના રોજ મનીષાબેને પતિ ધવલ અમૃતભાઈ પટેલ, સાસુ દમયંતીબેન તથા બે નણંદો સામે ફરિયાદ નોંધાવી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો