તા.૧૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદના ઓવરબ્રિજ પર અકસ્માત: નશામાં ધૂત બેફામ બાઇક ચાલકે કારને અડફેટે લીધી; 112 જનરક્ષક ટીમ તાત્કાલિક દોડી આવી
દાહોદના ઓવરબ્રિજ પર એક મોટરસાઇકલ ચાલકે પૂરપાટ અને બેફામ ઝડપે આવીને કારને અડફેટે લીધી હતી, જેના કારણે કારની સાઈડમાં નુકસાન થયું હતું.નશામાં ધૂત ચાલક ઝડપાયો અકસ્માત સર્જનાર મોટરસાઇકલ ચાલક નશામાં ધૂત હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું, જેને સ્થાનિકો અને સુરક્ષાકર્મીઓની મદદથી ઝડપી લેવામાં આવ્યો હતો.પકડાયેલ મોટરસાઇકલ ચાલક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે, જેનું નામ નિલેશભાઈ મડુભાઈ પસાયા છે અને તે અભલોડ અમલી ફળીયાનો રહેવાસી છે.પોલીસને ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ આરોપી બાઇક ચાલકને વધુ તપાસ અર્થે દાહોદ ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









