તા.૧૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે દાહોદમાં ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’ની ટીમ ખડેપગે રહેશે
આગામી પવિત્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન દાહોદ જિલ્લાની મહિલાઓ અને યુવતીઓ પૂર્ણ સુરક્ષા અને ઉત્સાહ સાથે ગરબાનો આનંદ માણી શકે તે માટે ‘અભયમ ૧૮૧’ મહિલા હેલ્પલાઇનની ટીમ ખડેપગે તૈનાત રહેશે.ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ અભિનવ પહેલ આજે રાજ્યની લાખો મહિલાઓ માટે એક સાચી ‘સહેલી’ અને વિશ્વાસપાત્ર સહારા તરીકે ઉભરી આવી છે. ૨૪ કલાક અને ૩૬૫ દિવસ વિના મૂલ્યે સેવા આપતી આ હેલ્પલાઇન દ્વારા પીડિત મહિલાઓને તાત્કાલિક મદદ, યોગ્ય માર્ગદર્શન અને બચાવની કામગીરી પૂરી પાડવામાં આવે છે.નવરાત્રિ દરમિયાન વિશેષ સુરક્ષા વ્યવસ્થા:૨૪ કલાક સતર્કતા: નવરાત્રિ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ્સ અને મુખ્ય વિસ્તારોમાં અભયમ ટીમ અને મોબાઇલ વાન દ્વારા વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવશે.તાત્કાલિક સહાય: છેડતી, અજાણ્યા વ્યક્તિ દ્વારા ત્રાસ, કે અન્ય કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં મહિલાઓને સ્થળ પર જ મદદ પહોંચાડવામાં આવશે.૧૮૧ નંબર પર કૉલ: કોઈપણ મહિલા કે યુવતી મુશ્કેલીના સમયે તાત્કાલિક ૧૮૧ નંબર પર કૉલ કરીને સહાય મેળવી શકે છે.દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને અભયમ ટીમ દ્વારા જિલ્લાની તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ અસુરક્ષિત કે શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો અચકાયા વિના ૧૮૧ હેલ્પલાઇનનો સંપર્ક કરવો









