તા..૧૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદની DIMS મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર સુવિધાઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
દાહોદના દર્પણ રોડ પર (નવજીવન મિલ પાછળ) આવેલી ‘DIMS’ (ડિમ્સ) મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓને હાલમાં પૂરી પાડવામાં આવતી સેવાઓ તેમજ ભવિષ્યમાં ઉપલબ્ધ થનારી અત્યાધુનિક મેડિકલ સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હોસ્પિટલના તબીબો અને સંચાલકોએ જણાવ્યું હતું કે, દાહોદ તેમજ આસપાસના સીમાવર્તી વિસ્તારો જેવાં કે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓને ઘરઆંગણે જ વ્યાજબી દરે ઉચ્ચ ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહે તે જ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ છે.૨૪ કલાક ઈમરજન્સી અને ટ્રોમા સેન્ટર: અકસ્માત અને આકસ્મિક કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે દાહોદમાં પ્રથમવાર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વ્યાપક ટ્રોમા સેન્ટર, ૨૪/૭ ઈમરજન્સી કેર અને એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે.ગંભીર સારવાર એકમ (ICU / NICU / PICU): ગંભીર સ્થિતિના દર્દીઓ માટે ૧૮ બેડનું અત્યાધુનિક આઈસીયુ (ICU) તેમજ નવજાત શિશુઓ અને બાળકો માટે ૧૮ બેડનું લેવલ-૩ NICU અને PICU કાર્યરત છે.૧૫ થી વધુ સુપર સ્પેશિયાલિટી સેવાઓ: એક જ છત નીચે ઓર્થોપેડિક (સાંધા બદલવાની શસ્ત્રક્રિયા), જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી, ગાયનેકોલોજી, પીડિયાટ્રિક્સ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી તેમજ બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરી જેવી વિવિધ નિષ્ણાત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આઈ.વી.એફ. (IVF) અને ફર્ટિલિટી સેન્ટર: નિસંતાન દંપતીઓ માટે અત્યાધુનિક ‘ક્લાસ-૧૦૦’ લેબ ધરાવતું હાઈ-ટેક ઈનફર્ટિલિટી કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.ડાયગ્નોસ્ટિક્સ અને લેબોરેટરી: મલ્ટી-સ્લાઈસ સીટી સ્કેન, એમ.આર.આઈ. (MRI), ડિજિટલ ઈસીજી (ECG), ૨૪/૭ એડવાન્સ્ડ ડાયાલિસીસ સેન્ટર અને સંપૂર્ણ ઓટોમેટેડ પેથોલોજી લેબની સુવિધા ઉપલબ્ધ છેઅન્ય સુવિધાઓ: મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, કેથલેબ, રોબોટિક ફિઝિયોથેરાપી યુનિટ અને કેશલેસ ઈન્સ્યોરન્સ (વીમા) જેવી સુવિધાઓથી દર્દીઓને સરળ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે હોસ્પિટલ તંત્ર કટિબદ્ધ છે









