લીમડીમાં MGVCLની ગંભીર બેદરકારી: ખુલ્લા વીજતારે લીધો નિર્દોષ વાનરનો ભોગ

તા.૧૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limdi:લીમડીમાં MGVCLની ગંભીર બેદરકારી: ખુલ્લા વીજતારે લીધો નિર્દોષ વાનરનો ભોગ

લીમડી વિસ્તારમાં વીજ લાઈનની સુરક્ષા અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્રની કથિત લાલિયાવાડી અને ખુલ્લા જોખમી વીજતારની લપેટમાં આવી જવાથી એક નિર્દોષ વાનરનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.ભૂલકાંઓના જીવ પર પણ તોળાતું જોખમ! ​જે જગ્યાએથી આ જોખમી વીજલાઈન પસાર થઈ રહી છે, તેની બિલકુલ નજીક જ એક આંગણવાડી આવેલી છે. દરરોજ મોટી સંખ્યામાં નાના ભૂલકાંઓ અહીં શિક્ષણ મેળવવા આવે છે. ત્યારે હવે સ્થાનિકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે—”જો ભૂલથી કોઈ બાળક આ વાયરના સંપર્કમાં આવશે, તો જવાબદારી કોની?”​તાત્કાલિક નિરીક્ષણ: MGVCLના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને આ જોખમી વીજલાઈનનું તુરંત યોગ્ય નિરીક્ષણ કરે.​વાયરોનું કવરિંગ/રિપેરિંગ: આંગણવાડી નજીકથી પસાર થતા તમામ જોખમી ખુલ્લા વાયરોને તાત્કાલિક કવર (ઇન્સ્યુલેટ) કરવામાં આવે અથવા યોગ્ય રીતે રિપેર કરવામાં આવે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો