Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

તા.૧૦/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા વહીવટી તંત્રની વિશેષ ઝુંબેશઃ અત્યાર સુધીમાં ૨૨૭૫ પરિવારોને પ્લોટ ફાળવાયા

Rajkot: રાજ્ય સરકારના અંત્યોદયના ભાવને સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટમાં વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટની સનદનું વિતરણ કર્યું હતું. આ જમીનના હક્ક મળતાં જ પરિવારો ખુશખુશાલ થઈ ગયા હતા અને મુખ્યમંત્રીશ્રી તથા જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

નોંધનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં ૨૨૭૫ પરિવારોને આ રીતે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.

વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને રહેણાક હેતુ માટે પ્લોટ ફાળવવા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા વિશેષ કવાયત શરૂ કરવામાં આવી છે. તેમની સૂચના અને માર્ગદર્શન મુજબ, મહેસૂલ વિભાગના ઠરાવ અન્વયે કુલ ૧૩૯ પરિવારોને વિનામૂલ્યે રહેણાંકના ઘરથાળના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત જસદણના ૯૦, રામપરા બેટીના ૨૧ અને મોટાદડવાના ૨૮ મળીને કુલ ૧૩૯ પરિવારોને આ વિનામૂલ્યે રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ પ્લોટના હક્ક મળતાં જ પરિવારે રાજીપો વ્યક્ત કર્યો હતો.

આ ઘરથાળના પ્લોટ મળવાથી વિચરતી અને વિમુક્ત જાતિના આ પરિવારોને કાયમી સરનામું પ્રાપ્ત થશે. આ નિર્ણયના પરિણામે તેમના બાળકો નિયમિત શાળાએ જઈ શકશે અને આ તમામ પરિવારો સરકારની આવાસ યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકશે.

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો