MORBI:મોરબી સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે નવનિતભાઈ કુંડારિયાની વરણી

MORBI:મોરબી સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે નવનિતભાઈ કુંડારિયાની વરણી

મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ ખાતે આવેલા ઉમા સંસ્કાર ધામમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબીના નવનિતભાઈ કુંડારિયાની એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણીની નિમણૂક કરવામાં આવી હતી.

સાથે સાથે મોરબી જિલ્લા ઓઇલ મીલ આસોસીયેશનના હોદેદારોની પણ નિમણુંક કરવામાં આવી જેમાં
પ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણી
ઉપપ્રમુખ તરીકે ગોપાલ ભાઈ નાયકપરા સાથે ખજાનચી, મંત્રીની પણ નિમણુંક કરવામાં આવી

બેઠક દરમિયાન એસોસિએશનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે નવી કારોબારી ટીમની પણ રચના કરવામાં આવી હતી. જેમાં મહામંત્રી, મંત્રી, ખજાનચી સહિત અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. નવી ટીમની રચના સાથે એસોસિએશનના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ઓઈલ મિલ ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા દિશામાં કામગીરી કરવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

નવનિતભાઈ કુંડારિયાની પ્રમુખ તરીકે વરણી અને હિતેશભાઈ ભીમાણી સહિતની નવી કારોબારી ટીમની નિમણૂકને પગલે એસોસિએશનના સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવી ટીમ ઓઈલ મિલ ઉદ્યોગના હિતોનું જતન કરવા તેમજ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો