HALVAD:હળવદના ક્રોસ રોડ કોમ્પ્લેક્ષમાં બંધ દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

HALVAD:હળવદના ક્રોસ રોડ કોમ્પ્લેક્ષમાં બંધ દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

હળવદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સરા ચોકડી નજીક આવેલા ક્રોસ રોડ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલો વિદેશી દારૂ તથા બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી બંધ દુકાન નંબર બી-૧૨૬માં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે સંગ્રહ કરેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૨૨,૫૩૮/- ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો હળવદના આનંદ પાર્કમાં રહેતા પીયુષભાઈ ચમનભાઈ સચાણીયા (વાણંદ)નો હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા, હળવદ પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો