કાલોલ ઉર્દૂ પ્રા. શાળાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દબદબો: બે વિભાગમાં પ્રથમ નંબર મેળવી તાલુકા કક્ષાએ ડંકો વગાડ્યો.

તારીખ ૧૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કુમાર શાળા ખાતે યોજાયેલા CRC કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026-27 માં કાલોલ ઉર્દૂ પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

જીસીઈઆરટી (GCERT) ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ ભવન પંચમહાલ આયોજિત આ પ્રદર્શનમાં કાલોલ ઉર્દૂ શાળાની બે અલગ-અલગ કૃતિઓએ પોતપોતાના વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને હવે બંને કૃતિઓ તાલુકા કક્ષા માટે પસંદગી પામી છે. જેમાં વિભાગ-2 માં કૃતિ: કેલ્વિન વોટર ડ્રોપ – ક્લીન એનર્જી હાર્વેસ્ટર માં વિદ્યાર્થીની ઘાંચી સારીયા અને સુબન હુમૈરા સાથે વિભાગ-4 માં કૃતિ સોલાર એનર્જી રિન્યુએબલ ક્લીન ઇલેક્ટ્રીસીટી જનરેશન માં વિદ્યાર્થીની ઘાંચી સારમીન સાથે નાથા મુસ્કાન આ બંને પ્રોજેક્ટ સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ આધારિત હતા.જેણે નિર્ણાયકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. જ્યાં શાળાના આચાર્ય, SMC સભ્યો અને શિક્ષકગણે ચારેય બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષક બક્કર ઉજમાબેનને ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તાલુકા કક્ષાએ પણ આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ આપી હતી.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો