પિલવાઈ અમરદીપ D.El.Ed કોલેજના તાલીમાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી પિલવાઈ ના ભાવિ શિક્ષકોએ વિજ્ઞાન અને ટેકનોલોજી નાં વિવિધ પ્રદર્શનો

પિલવાઈ અમરદીપ D.El.Ed કોલેજના તાલીમાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી
પિલવાઈ ના ભાવિ શિક્ષકોએ વિજ્ઞાન અને ટેકનોલોજી નાં વિવિધ પ્રદર્શનો નિહાળ્યાં
 વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી
વિજાપુર તાલુકાના પિલવાઈ સ્થિત શ્રી અમરદીપ D.El.Ed કોલેજ દ્વારા તાલીમાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને પ્રાયોગિક જ્ઞાન વિકસે તે હેતુથી સાયન્સ સિટીની શૈક્ષણિક મુલાકાત યોજવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત વિવિધ પ્રદર્શનો, વૈજ્ઞાનિક મોડેલો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોને પ્રત્યક્ષ અનુભવ દ્વારા સમજવાની તક મળી હતી.
શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે અનુભવ આધારિત અભ્યાસનું મહત્ત્વ સમજાવતા આ પ્રવાસે તાલીમાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક સમજ કેળવવાની તક પૂરી પાડી હતી. ભાવિ શિક્ષકો માટે આ મુલાકાત જ્ઞાનવર્ધક બની રહી હતી.
કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલી આ શૈક્ષણિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિ કેળવવા અને ભવિષ્યમાં શિક્ષણકાર્યને વધુ પ્રવૃત્તિલક્ષી બનાવવાનો હતો.
48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો