TANKARA:ટંકારાના મોમીનવાસમાં ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂના 423 ચપલા ઝડપાયા

TANKARA:ટંકારાના મોમીનવાસમાં ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂના 423 ચપલા ઝડપાયા

 

ટંકારા પોલીસે બાતમીના આધારે મોમીનવાસ વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 42 હજારથી વધુની કિંમતના દારૂના ચપલા કબજે કરી ફરાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોમીનવાસમાં રહેતો સમીર અજીતભાઈ સાંજી પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસે ખુલ્લા પ્લોટમાં ઉગી નીકળેલા મોટા ઘાસની વચ્ચે સઘન તપાસ હાથ ધરતા ત્યાંથી શંકાસ્પદ હાલતમાં છુપાવેલા 5 બાચકા મળી આવ્યા હતા. પોલીસે બાચકા ખોલીને જોતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 423 નંગ ચપલા (ક્વાર્ટર) મળી આવ્યા હતા.

પોલીસે રૂ. 100 લેખે કુલ રૂ. 42,300 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સમીર સાંજી હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો