છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં. 4ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ, 2,764 મતદારોના હાથમાં ઉમેદવારોનું ભાવિ

 

છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીમાં આજે તારીખ 11ના સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે, ત્યારે કુલ 2,764 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર જોવા મળી હતી, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકશાહીના પર્વમાં પોતાની સહભાગિતા નોંધાવી હતી. આ પેટા ચૂંટણી નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર 4નાં તત્કાલીન સભ્ય મંજુલાબેન કોલીની સદસ્યતા રદ થયા બાદ યોજાઈ રહી છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, તેમના જાતિના દાખલાની તપાસ દરમિયાન અનિયમિતતા સામે આવ્યા બાદ તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી, જેના પગલે આ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. ત્રણેય રાજકીય પક્ષો માટે આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હોવાથી સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સમગ્ર મતદાન પ્રક્રિયા પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. હવે વોર્ડ નંબર 4ના મતદારો કોના પક્ષમાં પોતાનો કીમતી મત આપે છે અને આ ત્રિપાંખિયા જંગમાં કયો ઉમેદવાર બાજી મારે છે, તે મતગણતરી બાદ સ્પષ્ટ થશે..

રિપોર્ટર તોસીફ ખત્રી

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો