MORBI:મોરબી LCB/પેરોલ ફર્લો સ્ક્વોડની મોટી કાર્યવાહી: ત્રણ અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા ૩ આરોપીઓને ઝડપી પાડ્યા

મોરબી:સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી. દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ (સ્પેશ્યલ ડ્રાઇવ) અંતર્ગત મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડને મહત્વની સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી રાજ્ય સેવકની ફરજમાં અડચણ તેમજ પ્રોહિબિશનના બે ગુના સહિત કુલ ત્રણ અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા ૩ વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા છે.

પોલીસ ટીમે મેળવેલી બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીની વિગતો નીચે મુજબ છે:
રાજ્ય સેવકની ફરજમાં અવરોધ ઊભો કરનાર આરોપી ઝડપાયો:હળવદ પોલીસ મથકમાં BNS કલમ ૧૨૬(૨), ૧૨૭(૨), ૨૨૪, ૧૧૦, ૩(૫) તેમજ જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી પ્રશાંતભાઇ નટવરભાઇ ચાવડા (ઉં.વ. ૨૭, રહે. ચરાડવા, તા. હળવદ)ને ચરાડવા ગામેથી ઝડપી પાડી હળવદ પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.
માળીયા (મીં) પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી તૈયબભાઇ ગુલમામદ માણેક (ઉં.વ. ૩૯, રહે. મોરબી વિશીપરા-૨, મૂળ રહે. શિકારપુર, તા. ભચાઉ, કચ્છ)ને ભીમસર ચોકડી ખાતેથી ઝડપી લઈ માળીયા (મીં) પોલીસને હવાલે કરાયો છે.
ટંકારા લતીપર ચોકડીથી પ્રોહિબિશનનો અન્ય વોન્ટેડ પકડાયો: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધીના ગુનામાં વોન્ટેડ આરોપી ઇરફાન વલીમામદ કટારીયા (ઉં.વ. ૩૬, રહે. મોરબી વીશીપરા, કુલીનગર)ને ટંકારા લતીપર ચોકડી ખાતેથી પકડી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી સંબંધિત પોલીસ સ્ટેશનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે. મોરબી પોલીસની આ ત્વરિત કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.













