HALVAD:હળવદના ઘણાંદ ગામે ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા યુવકે દેવું થઈ જતાં જીવન ટૂંકાવ્યું

HALVAD:હળવદના ઘણાંદ ગામે ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા યુવકે દેવું થઈ જતાં જીવન ટૂંકાવ્યું

હળવદ:આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ગેમિંગનું દૂષણ યુવા પેઢીને બરબાદી તરફ ધકેલી રહ્યું છે, ત્યારે હળવદ તાલુકાના ઘણાંદ ગામે આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા હારી જતાં થયેલા આર્થિક દેવાના બોજ તળે ૩૧ વર્ષીય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઘણાંદ ગામે રહેતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ સોલંકી (ઉં.વ. ૩૧) ઓનલાઈન ગેમ રમવાની લત ધરાવતા હતા. આ ગેમિંગ દરમિયાન તેઓ મોટી રકમ હારી ગયા હતા, જેના કારણે તેમના માથે મોટો આર્થિક બોજ આવી પડ્યો હતો. ગેમમાં થયેલા દેવા અને તેના સતત રહેતા માનસિક તણાવને કારણે આખરે કંટાળીને ઘનશ્યામભાઈએ પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાન પુત્રના આકસ્મિક મોતથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

સમગ્ર મામલે મૃતકના પિતા નાનજીભાઈ પીતાંબરભાઈ સોલંકીએ હળવદ પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો